આજના ચોઘડિયા (દિવસના & રાત્રિના ચોઘડિયા) - Gujju Planet (2024)

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિન્દુ ધર્મમાં કોઈપણ સારા-નરસા કામો માટે તે સમયના પ્રારંભિક ચોઘડિયા (Choghadiya) જોવામાં આવે છે. ચોઘડિયા એ એક પૌરાણિક સંસ્કૃત શબ્દ છે જે “ચો” અને “ઘડિયા” થી બનેલો છે. ચો એટલે “ચાર” અને “ઘડિયા” એટલે “સમય” થાય છે.

ચોઘડિયામાં એક ઘડી એટલે દોઢ કલાક (96 મિનિટ) ગણવામાં આવે છે. એક દિવસ માં 16 ચોઘડિયા નો સમાવેશ થાય છે. જેમાં રાત્રીના 8 ચોઘડિયા (મુહૂર્ત) અને દિવસના 8 ચોઘડિયા (મુહૂર્ત) હોય છે.

વૈદિક શાસ્ત્ર અનુસાર ચોઘડિયા એ 24 કલાકની સમય માર્ગદર્શિકાના રૂપે શુભ કે અશુભ મુહૂર્તની માહિતી આપે છે. દિવસના અને રાત્રીના ચોઘડિયા ને તે દિવસના સૂર્યોદય અને સુર્યાસ્ત મુજબ જોવામાં આવતા હોય છે.

આમ તો ચોઘડિયા (Gujarati Choghadiyu) મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે, જેમકે, શુભ, મધ્યમ અને અશુભ.

  1. શુભ ચોઘડિયું –શુભ, લાભ, અમૃત
  2. મધ્યમ ચોઘડિયું –ચલ
  3. અશુભ ચોઘડિયું –ઉદ્વેગ, કાળ, રોગ

શુભ ચોઘડિયું (Shubh Choghadiyu) –શાસ્ત્ર અનુસાર શુભ ચોઘડિયા પર હંમેશા ગુરુ ગ્રહ નું શાસન હોય છે, જે કોઈપણ કાર્ય કરવા માટેનું શુભ મુહૂર્ત હોય છે. આ ઘડી અંતરાળ માં શુભ કર્યો જેમકે સગાઈ, લગ્ન, પૂજા-પાઠ, યજ્ઞ અથવા તો તમામ પ્રકારના ધાર્મિક કામ થઈ શકે છે.

લાભ ચોઘડિયું (Labh Choghadiyu) –લાભ ચોઘડિયા પર બુધ ગ્રહ નું શાસન હોય છે, જેમાં કરાયેલું કાર્ય શુભ ગણવામાં આવે છે. આ ઘડી દરમિયાન કોઈપણ ધંધાકીય કે પછી શૈક્ષણિક સંબંધિત કાર્ય શરુ કરવા લાભદાયી માનવામાં આવે છે.

અમૃત ચોઘડિયું (Amrut Choghadiyu) –અમૃત ચોઘડિયા પર ચંદ્ર ગ્રહ નું શાસન હોય છે, જેમાં કરાયેલું કાર્ય શુભ હોય છે. આ સમય દરમિયાન કોઈપણ કરાયેલા કર્યોના પરિણામ ખુબ સારા આવતા હોય છે.

ચલ ચોઘડિયું (Chal Choghadiyu) –ચલ ચોઘડિયા શુક્ર ગ્રહ દ્વારા શાસિત હોય છે, જેને ચોઘડિયા માં મધ્યમ પ્રકારનું ગણવામાં આવે છે. આ ઘડીમાં કોઈપણ પ્રકારના પ્રવાસ નો પ્રારંભ કરવો લાભદાયી હોય છે.

ઉદ્વેગ ચોઘડિયું (Udveg Choghadiyu) –ઉદ્વેગ ચોઘડિયા પર સૂર્ય ગ્રહ નું શાસન હોય છે, જેને અશુભ માનવામાં આવે છે. આ ઘડી દરમિયાન સરકારી સંબંધિત કાર્ય થઈ શકે છે પરંતુ બીજા કર્યો લાભદાયી ન નીવડે.

કાળ ચોઘડિયું (Kal Choghadiyu) –કાળ ચોઘડિયું આમ તો શુભ છે પરંતુ તેના પર અશુભ શનિ ગ્રહ નું શાસન છે, જેથી તેને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈપણ સારા કર્યો કરવાનું ટાળવું જોઈએ.

રોગ ચોઘડિયું (Rog Choghadiyu) –રોગ ચોઘડિયા પર મંગળ ગ્રહ નું શાસન હોય છે, જેથી તેને પણ અશુભ ગણવામાં આવે છે. આ ચોઘડિયા દરમિયાન કોઈપણ શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. આ ઘડીમાં યુદ્ધ અને દુશ્મનો આમંત્રિત થાય છે.

આજના ચોઘડિયા | Aaj Na Choghadiya

આજના ચોઘડિયા (Aaj Na Choghadiya) માટે શુભ મુહૂર્ત સમય ને ગ્રહોની સ્થિતિની ગણતરી કરી નક્કી કરવામાં આવે છે. તે ગ્રહો પરથી ત્યાર પછીના શુભ કર્યો ની શરૂઆત કરવામાં આવે છે. આજે જે વાર હોય તે પ્રમાણે પ્રથમ ચોઘડિયું જેતે સ્વામી નું હોય છે, જેમકે રવિવારે ઉદ્વેગ અને સોમવારે અમૃત.

બીજું ચોઘડિયું (Choghadiyu) તે વાર પછીના આવતા તરતના છઠ્ઠા વારના સ્વામી નું હોય છે, જેમકે આજે સોમવાર છે તો તેના પછીનો છઠ્ઠો વાર શનિવાર આવે. ત્રીજું ચોઘડિયું ત્યાર પછીના તરતના છઠ્ઠા વારનું ગણવામાં આવે છે.

દરેક ચોઘડિયા માટે સૂર્યથી લઈને શનિ સુધીના સાત ગ્રહોનું શાસન રહેલું હોય છે. ગ્રહોની સ્થિતિ ને પૃથ્વી થી રહેલા સૌથી દૂરના ગ્રહથી શરુ કરી સૌથી નજીક રહેલા ગ્રહ ના ક્રમમાં ચોઘડિયા ના ક્રમોને ગોઠવવમાં આવે છે, એટલેકે પહેલા શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચંદ્ર ક્રમિત ચોઘડિયા હોય છે.

આજના શુભ ચોઘડિયા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગોઠવાયેલા ક્રમિક ચોઘડિયા ને નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.

દિવસના ચોઘડિયા | Divas Na Choghadiya

દિવસના ચોઘડિયા (Divas Na Choghadiya) ઓ સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમયગાળા દરમિયાન ગણવામાં આવે છે. અહીંયા સામાન્ય રીતે સૂર્યોદય પ્રભાતના 6 વાગ્યા મુજબ અને સૂર્યાસ્ત સાંજના 6 વાગ્યા પ્રમાણે ની ગણતરી કરી ચોઘડિયા આપવામાં આવ્યા છે.

દિવસ દરમિયાન 8 ચોઘડિયા હોય છે, જેનો સમયગાળો 12 કલાકનો હોય છે. આ સમય દરમિયાન શુભ અને અશુભ ચોઘડિયા આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને તમારે શુભ ચોઘડિયાની પસંદગી કરવી જોઈએ. નીચે આપેલા કોષ્ટકમાં આપને સરળતાથી સમજાઈ જશે.

આજના ચોઘડિયા (દિવસના & રાત્રિના ચોઘડિયા) - Gujju Planet (1)

* ઉપરોક્ત આપેલા કોષ્ટકમાં અમૃત, શુભ, લાભ અને ચલ શુભ ચોઘડિયા હોય છે.

* ઉપરોક્ત આપેલા કોષ્ટકમાં ઉદ્વેગ, રોગ અને કાળ અશુભ ચોઘડિયા હોય છે.

રાત્રીના ચોઘડિયા | Ratri Na Choghadiya

રાત્રિના ચોઘડિયા (Ratri Na Choghadiya) ઓ સૂર્યાસ્ત અને સૂર્યોદય ના સમયગાળા દરમિયાન ગણવામાં આવે છે. સામાન્ય રીતે સૂર્યાસ્ત સાંજના 6 વાગ્યા મુજબ અને સૂર્યોદય પ્રભાતના 6 વાગ્યા પ્રમાણે ની ગણતરી કરી ચોઘડિયા આપ્યા છે.

રાત્રિ દરમિયાન આઠ ચોઘડિયા હોય છે, જેનો સમયગાળો પણ 12 કલાકનો હોય છે. નીચે આપેલા કોષ્ટકમાં આપને સરળતાથી સમજાઈ જશે.

આજના ચોઘડિયા (દિવસના & રાત્રિના ચોઘડિયા) - Gujju Planet (2)

*ઉપરોક્ત આપેલા કોષ્ટકમાં અમૃત, શુભ, લાભ અને ચલ શુભ ચોઘડિયા હોય છે.
*ઉપરોક્ત આપેલા કોષ્ટકમાં ઉદ્વેગ, રોગ અને કાળ અશુભ ચોઘડિયા હોય છે.

વારંવાર પુછાતા સવાલો (FAQ’s About Choghadiya)

આજનું ચોઘડિયું કયુ સારું છે?

વૈદિક શાસ્ત્ર અનુસાર શુભ, લાભ અને અમૃત ને સૌથી સારું અને લાભદાયી ચોઘડિયું માનવામાં આવે છે.

ચોઘડિયા ના પ્રકારો ક્યા-ક્યા છે?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ચોઘડિયાના સાત પ્રકાર છે, જેમાં શુભ, લાભ, અમૃત, ચલ, ઉદ્વેગ, કાળ અને રોગ નો સમાવેશ થાય છે.

ચોઘડિયા એટલે શું?

ચોઘડિયા એ એક પૌરાણિક સંસ્કૃત શબ્દ છે જે “ચો” અને “ઘડિયા” થી બનેલો છે. ચો એટલે “ચાર” અને “ઘડિયા” એટલે “સમય” થાય છે.

દિવસના ચોઘડિયા ક્યારે શરુ થાય છે?

સામાન્ય રીતે સૂર્યોદયના 6 વાગ્યે અને સૂર્યાસ્તના 6 વાગ્યા પ્રમાણે ની ગણતરી કરી ચોઘડિયા હોય છે.

રાત્રીના ચોઘડિયા ક્યારે શરુ થાય છે?

સામાન્ય રીતે સૂર્યાસ્તના 6 વાગ્યે અને સૂર્યોદયના 6 વાગ્યા પ્રમાણે ની ગણતરી કરી ચોઘડિયા ની શરૂઆત થાય છે.

Conclusion

ઉપરોક્ત વૈદિક શાસ્ત્રો અનુસાર ગ્રહોની સ્થિતિની ગણતરી કરીને આજના ચોઘડિયા (Aaj Na Choghadiya) આપવામાં આવ્યા છે, જેમાં દિવસના ચોઘડિયા (Divas Na Choghadiya) અને રાત્રીના ચોઘડિયા (Ratri Na Choghadiya) ને ખુબજ સરળ રીતે સમજી શકાય તે રીતે કોષ્ઠકમાં આપવામાં આવ્યા છે.

નોંધ:આ પેજ ને તમારા ડિવાઈઝ માં જરૂરથી સેવ કરી લો જેથી કરીને ભવિષ્યના સમયમાં ચોઘડિયા (Choghadiya) જોવા માટે તમારે બીજી કોઈ વેબસાઈટ પર સમય ન વેડફવો પડે.

આજના ચોઘડિયા (દિવસના & રાત્રિના ચોઘડિયા) - Gujju Planet (2024)
Top Articles
Latest Posts
Recommended Articles
Article information

Author: Kimberely Baumbach CPA

Last Updated:

Views: 5427

Rating: 4 / 5 (61 voted)

Reviews: 84% of readers found this page helpful

Author information

Name: Kimberely Baumbach CPA

Birthday: 1996-01-14

Address: 8381 Boyce Course, Imeldachester, ND 74681

Phone: +3571286597580

Job: Product Banking Analyst

Hobby: Cosplaying, Inline skating, Amateur radio, Baton twirling, Mountaineering, Flying, Archery

Introduction: My name is Kimberely Baumbach CPA, I am a gorgeous, bright, charming, encouraging, zealous, lively, good person who loves writing and wants to share my knowledge and understanding with you.